RBI Update 8 નવેમ્બર 2016 આ દિવસે ભારત સરકાર દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આ નિર્ણય એ નોટબંધી નો હતી મિત્રો નોટબંધી બાદ બજારમાં નકલી નોટોના ટર્નઓવરમાં ઝડપથી વધારો થયો છે. ગયા મહિને જ આરબીઆઈએ નોટોની સુરક્ષાને લઈને એલર્ટ કર્યું હતું. સમયાંતરે તે ચલણી નોટોની સુરક્ષામાં વધારો કરતી રહે છે. તેમ છતાં નકલી નોટોના સમાચાર અવારનવાર સાંભળવા મળે છે.
RBI ની અવારનવાર જાહેરાત માં જાણવા મળે છે કે દેશમાં નકલી નોટોનું ચલણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, શું તમને પણ ડર છે કે તમારા ખિસ્સામાં રહેલી નોટ નકલી હોઈ શકે છે? તો આ આજની પોસ્ટ ફક્ત તમારા માટે જ છે.
2000 બાદ હવે RBI એ 100, 200 અને 500ની નોટોને લઈને કર્યો મોટો ખુલાસો
RBI તેના ગત વર્ષના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે વર્ષ 2022-23માં લગભગ 5.54 કરોડ રૂપિયાથી પણ વધુની નકલી નોટો મળી આવી છે. રિપોર્ટ અનુસાર જોઈએ તો નાણાકીય વર્ષ 2022-23માં કુલ 2,09,675 નકલી નોટો મળી આવી છે.
RBI રિપોર્ટ અનુસાર મળી આવેલી 2,09,675 કુલ નોટો માંથી મોટાભાગની નોટો 100 રૂપિયાની છે. કુલ 12063700 રૂપિયાની 100ની નોટો જપ્ત કરવામાં આવી છે. મિત્રો જો વાત કરીએ 100 રૂપિયાની નોટો વિશે તો આપણા દૈનિક વ્યવહારનો એક ભાગ છે.
આ પણ વાંચો….
- RBI Assistant Recruitment 2024, સરકારી નોકરીની તલાશ કરતા યુવાનો માટે Good News
- Mutual Fund શું હોય છે? જાણો સરળ ભાષામાં.
- સરકારી યોજના : પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના Best Yojana 2024
આવા સમયે આપણા મનમાં પણ સવાલ થાય છે કે 100 ની નોટ અસલી છે કે નકલી? જો તમે 100 રૂપિયાની અસલી અને નકલી નોટને ઓળખવા માંગો છો, તો અમે તમને તેની એક સરળ રીત જણાવી રહ્યા છીએ.
કેવી રીતે ઓળખવી અસલી નોટ?
- મિત્રો 100 રૂપિયાની અસલી નોટને ઓળખવાનો પહેલો રસ્તો એ છે કે અસલ નોટની આગળની બાજુએ દેવનાગરીમાં 100 લખેલું છે.
- નોટની વચ્ચે મહાત્મા ગાંધીનો ફોટો છે.
- તેમજ 100 રૂપિયાની અસલ નોટ પર RBI, Bharat, INDIA અને 100 નાના અક્ષરોમાં લખેલા છે.
- 100 રૂપિયા કે તેથી વધુ મૂલ્યની નોટો પર, મહાત્મા ગાંધીનું ચિત્ર, રિઝર્વ બેંકની સીલ, ગેરંટી અને વચન કલમ, અશોક સ્તંભ, RBI ગવર્નરની સહી અને દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે ઓળખ ચિહ્ન છાપવામાં આવે છે.
અહી વાત કરીએ 100રૂ કરતા મોટી નોટ વિશે તો RBI ગાઇડલાઈન્સ મુજબ આ મૂલ્ય 200, 500 રૂપિયાની નોટો પર રંગ બદલાતી શાહીથી લખવામાં આવે છે. જ્યારે નોટને સપાટ રાખવામાં આવે છે, ત્યારે આ અંકોનો રંગ લીલો દેખાય છે, પરંતુ જ્યારે તેને સહેજ ફેરવવામાં આવે છે, ત્યારે તે વાદળી રંગમાં બદલાઈ જાય છે.
કોઈપણ સમયે જ્યારે નોટને લાઇટની સામે રાખવામાં આવે છે ત્યારે અહીં 500 રૂપિયા લખેલું આપને જોવા મળે છે. તેની સાથે સાથે જો તમે નોટને તમારી આંખોની સામે 45 ડિગ્રીના ખૂણા પર રાખો છો, તો તમને તેના પર 500 રૂપિયા લખેલા દેખાશે. અહીં દેવનાગરીમાં 500 લખેલું છે.
2016 પહેલાની જૂની નોટની સરખામણીમાં નવી નોટમાં મહાત્મા ગાંધીના ચિત્રની દિશા અને સ્થિતિ થોડી અલગ છે. જો નોટ સહેજ ફોલ્ડ કરવામાં આવે છે, તો સુરક્ષા થ્રેડનો રંગ લીલાથી વાદળી થઈ જાય છે.
જૂની નોટની તુલનામાં, ગવર્નરની સહી, ગેરંટી કલમ, વચન કલમ અને RBI લોગો જમણી તરફ ખસી ગયો છે. ત્યાં મહાત્મા ગાંધીનો ફોટો છે અને ઈલેક્ટ્રોટાઈપ વોટરમાર્ક પણ છે.
જણાવી દઈએ કે 500 રૂપિયાની નોટ છાપવાનું વર્ષ લખેલું છે. કેન્દ્ર તરફ એક ભાષા પેનલ છે. સ્લોગન સાથે સ્વચ્છ ભારત અભિયાન નો લોગો પણ છપાયેલો જોઈ શકાય છે.
મિત્રો 100,200 અને 500 ની વાત કરી પણ જાણીએ ₹10, ₹20 અને ₹50 વિશે તો બેંકની ₹10, ₹20 અને ₹50 મૂલ્યની નોટો આગળની બાજુએ સિલ્વર રંગની મશીન વાંચી શકાય તેવી સુરક્ષા થ્રેડ ધરાવે છે.
જ્યારે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં રાખવામાં આવે ત્યારે આ સુરક્ષા થ્રેડ પીળો રંગનો દેખાય છે. જ્યારે પ્રકાશ સામે રાખવામાં આવે છે ત્યારે તે સીધી રેખામાં દેખાય છે.
Disclaimer
મિત્રો, અમારી Website એ સરકાર દ્વારા સંચાલિત વેબસાઈટ નથી. અમે અમારા વાચકોને સચોટ માહિતી આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ, તમારે સત્તાવાર વેબસાઇટ પરથી પણ માહિતી મેળવવી જોઈએ. જો તમને કોઈપણ લેખમાં કોઈ ભૂલ જણાય તો કૃપા કરીને અમને Contact જાણ કરવા વિનંતી છે.
2 thoughts on “2000 બાદ હવે RBI એ 100, 200 અને 500ની નોટોને લઈને કર્યો મોટો ખુલાસો”