Income Tax નવો નિયમ 2024 : શું ખેતીની આવક પર ભરવો પડે ટેક્સ?

મિત્રો નાણાકીય વર્ષ 2024-25ની શરૂઆત થઈ ચૂકી છે. Income Tax મુજબ ટેક્સ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ભારત દેશમાં ઘણી મોટી હસ્તીઓ છે અને સાથે સાથે મ બિઝનેસ હાઉસ છે જેઓ કરોડો રૂપિયા ટેક્સ દર વર્ષે સરકારને ચૂકવે છે.

Income Tax
Income Tax new rule

બિઝનેસ મેન જ નહિ પણ નોકરી કરતા લોકોને પણ આવકવેરો એટલે કે ટેક્સ ભરવો પડે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ખેતીમાંથી થતી આવકમાં પણ ટેક્સ ભરવો પડશે? ચાલો જાણીએ આનો જવાબ.

Income Tax : શું ખેતીની આવક પર ભરવો પડે ટેક્સ?

મિત્રો જો વાત કરીએ આવકવેરા અધિનિયમ, 1961 મુજબ તો આપને જણાવી દઈએ કે કૃષિમાંથી થતી આવક કરમુક્ત છે. આનો અર્થ એ થયો કે ખેડૂતોને ખેતીમાંથી મળતી આવક પર કોઈ ઈનકમ ટેક્સ ચૂકવવો પડતો નથી. આવી સ્થિતિમાં, તેમને કોઈ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ મિત્રો અમુક ચોક્કસ સંજોગોમાં, ખેડૂતોએ પણ કર ચૂકવવો પડી શકે છે.

ખેડૂતો પર ક્યારે લાગે છે ટેક્સ?

Income Tax નવો નિયમ : ગુજરાતી મિત્રો જેમ તમને ઉપર જણાવ્યું કે ખેડૂતની ખેતીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી પણ અમુક સંજોગો જેવા કે, જો ખેડૂત ખેતીની આવકમાંથી વ્યવસાય શરૂ કરે છે, તો તેમાંથી થતી આવક પર ટેક્સ લાગશે. જો કોઈ ખેડૂત ખેતી સાથે કોઈ વ્યવસાય ચાલુ કરે તો ખેડૂતને પણ ટેક્સ ચૂકવણી કરવી અનિવાર્ય બની જાય છે.

વ્યવસાય ની વાત કરીએ તો જેમ કે પશુપાલન કે ડેરી વ્યવસાય. જો ખેતીમાંથી થતી આવક અન્ય કોઈ ધંધા કે સ્કીમમાં રોકવામાં આવે તો પણ ટેક્સ ભરવો પડશે. જો તમે ખેતીના પૈસા શેરબજારમાં રોકાણ કરશો તો તેના પર પણ ટેક્સ લાગશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ઘણા નિષ્ણાતો સમૃદ્ધ ખેડૂતો પર ટેક્સ લાગવાની હિમાયત કરે છે. તેમની દલીલ છે કે સરકાર ગરીબ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને તેમની કાળજી લઈ રહી છે, તેથી શ્રીમંત ખેડૂતો પર ટેક્સ લગાવીને તેની ભરપાઈ કરવી જોઈએ.

Income Tax નવો નિયમ આરબીઆઈના MPC સભ્ય Aashima Goyle આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે સરકાર હાલમાં ખેડૂતોને જે આર્થિક સહાય આપી રહી છે. તે સમૃદ્ધ ખેડૂતો પર કર જોડી હકારાત્મક આવકવેરો એકત્રિત કરી શકે છે. આ ટેક્સ સિસ્ટમ વધુ સારી રહેશે.

મિત્રો અત્યાર સુધી ખેતીમાંથી થતી આવકને ટેક્સ ફ્રી રાખવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને ખેતીમાંથી થતી આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

ઇન્કમટેક્ષ ગણતરી પત્રક 2023-24

વાર્ષિક આવક શ્રેણી કર શ્રેણી (2023-24) સુધી
3,00,000 શૂન્ય
રૂ. 3,00,000 થી રૂ. 6,00,000. 5%
રૂ. 6,00,000 થી રૂ. 9,00,000. 10%
રૂ. 9,00,000 થી રૂ. 12,00,000. 15%
ઇન્કમટેક્ષ ગણતરી પત્રક 2023-24

ઇન્કમટેક્ષ ગણતરી પત્રક 2023-24 Income Tax નવો નિયમઆ દરમિયાન સોમવાર, 13 ફેબ્રુઆરી 2024 રોજ, લોકસભા સાંસદ શ્રી શ્યામ સિંહ યાદવે સરકારને સવાલ કરતા પૂછ્યું કે શું સરકાર ભારતમાં કૃષિ આવકને કરપાત્ર બનાવવા માટે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ (1) બદલવા માંગે છે. આ સિવાય તેમણે પોતાના પ્રશ્નમાં સરકારને પૂછ્યું કે શું આ મુદ્દાનો અભ્યાસ કરવા માટે કોઈ સમિતિની રચના કરવામાં આવી છે?

સાંસદ શ્રી શ્યામ સિંહ યાદવ દ્વારા પૂછવામાં આવેલા આ પ્રશ્નોના જવાબ આપતા નાણા રાજ્ય મંત્રી શ્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર પાસે હાલમાં આવી કોઈ દરખાસ્ત વિશેની હાજરી નથી.

ભારતના બંધારણના અનુચ્છેદ 246 મુજબ, કૃષિ આવક પર કર રાજ્યની સરકાર હેઠળ આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે છેલ્લા પાંચ વર્ષમાં કૃષિ આવક પર ટેક્સ નાખવા માટે કોઈ કમિટી બનાવવામાં આવી નથી.

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાથી શું ફાયદો થાય ?

  1. લોન લેવામાં ઉપયોગીતા
  2. મૂડી ઊભી કરવામાં ઉપયોગી
  3. વિદેશ જવા માટે આવકના પુરાવા તરીકે
  4. ઇન્સ્યોરન્સ ક્લેમમાં ઉપયોગિતા
  5. ટેક્ષ રિફંડ મેળવવા માટે જરૂરી

Disclaimer

મિત્રો, અમારી Website એ સરકાર દ્વારા સંચાલિત વેબસાઈટ નથી. અમે અમારા વાચકોને સચોટ માહિતી આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ, તમારે સત્તાવાર વેબસાઇટ પરથી પણ માહિતી મેળવવી જોઈએ. જો તમને કોઈપણ લેખમાં કોઈ ભૂલ જણાય તો કૃપા કરીને અમને Contact જાણ કરવા વિનંતી છે.

1 thought on “Income Tax નવો નિયમ 2024 : શું ખેતીની આવક પર ભરવો પડે ટેક્સ?”

Leave a comment