ઊંટ અને શિયાળ | New Best Gujarati Bal Varta | Camel and Fox Story 2024

ઊંટ અને શિયાળ Gujarati Bal Varta કેમ છો બાળમિત્રો મજામાં ને બાળમિત્રો આજે આપણે ઊંટ અને શિયાળની એક વાર્તા જોવાના છે એ વાર્તા માંથી આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું તો ચાલો જોઈએ ઊંટ અને શિયાળ Unt ane Shiyal Gujarati Bal Varta

એક સુંદર જંગલ હતું એ જંગલમાં ઘણા બધા પ્રાણી પક્ષીઓ રહેતા હતા એમાં ઊંટ અને શિયાળ પણ રહેતા હતા એ બંને તો ભાઈબંધ જ્યાં ઊંટભાઈ જાય ત્યાં શિયાળભાઈ અને જ્યાં શિયાળભાઈ જાય ત્યાં સાથે ઊંટભાઈ એકવાર શિયાળને તો મીઠી શેરડી ખાવાની ઈચ્છા થઈ તેથી તેણે ઊંટભાઈને કહ્યું ઊંટભાઈ ઉંટભાઈ મને મીઠી શેરડી ખાવાની ખૂબ ઈચ્છા થઈ છે શેરડી તો મારે પણ ખાવી હતી.

Gujarati Bal Varta ઊંટ અને શિયાળ

Gujarati Bal Varta પણ શેરડી તો આ જંગલમાં ક્યાંય નથી શેરડી ખાવા માટે તો આપણે જંગલના છેવાડે આવેલી નદીને પહેલે પાર આવેલા ગામના ખેતરમાં જવું પડશે ઊંટભાઈએ કહ્યું શિયાળભાઈ કહે વાંધો નહીં ચાલોને આપણે ત્યાં જઈએ સારું તો ચાલો ઊંટભાઈએ કહ્યું અને પછી બંને મિત્રો શેરડીના ખેતર સુધી પહોંચવા માટે નીકળી પડ્યા.

ઘણો બધો સમય ચાલ્યા પછી એ બંને મિત્રો તો જંગલના છેવાડે પહોંચી ગયા બંનેએ ત્યાં જઈને જોયું તો નદીને પહેલે પાર ગામડાના ખેતરો હતા જેમાં સરસ મજાની શેરડીઓ હતી શિયાળભાઈને તો શેરડીઓ જોઈને મોહ માં પાણી આવી ગયું ઊંટભાઈ પણ શેરડીઓ જોઈને ખૂબ ખુશ થઈ ગયા.

ચાલો ત્યારે આપણે નદીને પહેલે પાર જઈને શેરડી ખાઈએ ઊંટભાઈએ કહ્યું શિયાળભાઈ કહે ઊંટભાઈ ઊંટભાઈ પણ મને તો તરતા નથી આવડતું તો હું કેવી રીતે આવું ઊંટભાઈ કહે અરે શિયાળભાઈ તમે એની ચિંતા ના કરો મારી પીઠ પર બેસી જાઓ હું તમને નદીને પહેલે પાર લઈ જઈશ શિયાળભાઈ તો ખુશ થઈ જાય છે સારું ભાઈ એમ કહી શિયાળ ઊંટની પીઠ પર બેસી જાય છે.

ઊંટ અને શિયાળ ની Gujarati Bal Varta

Gujarati Bal Varta અને પછી ઊંટભાઈ ધીમે નદીમાં ઉતરે છે અને નદી પાર કરવા મંડી પડે છે અને થોડીવારમાં તેઓ બંને નદીને પહેલે પાર પહોંચી જાય છે. અને ચાલતા ખેતર સુધી પહોંચી જાય છે અને જુએ તો ખેતરમાં તો ખૂબ જ સરસ મોટી અને તાજી શેરડીઓ હતી.

શિયાળ કહે ચાલો ઉટભાઈ ખેતરમાં જઈને શેરડી ખાઈ લઈએ ત્યાં જ ઊંટભાઈની નજર ખેતરથી થોડે દૂર ઝાડના છાયડામાં ખાટલા પર સૂટેલા ખેતરના માલિક પડી તેથી ઊંટભાઈએ તો શિયાળને સમજાવતા કહ્યું કે જો શિયાળભાઈ આપણે ખેતરમાં શેરડી ખાવા તો જઈએ પણ ત્યાં જઈને તમે કોઈ અવાજ પાડતા નહીં અને છાનામાના શેરડી ખાઈ લેજો જો.

ખેતરનો માલિક જાગી જશે તો આપણને બંનેને બહુ મારશે શિયાળભાઈ કહે સારું ભાઈ પછી તો બંને મિત્રો ખેતરમાં છાનામાના જાય છે અને શેરડી ખાવાનું શરૂ કરે છે ભરપેટ શેરડી ખાધા પછી શિયાળને તો ગાવાની ઈચ્છા થઈ તેથી તે તો ઊંટભાઈ ને કહે છે ઊંટભાઈ મને તો ભોજન કર્યા પછી ગાવાની ઈચ્છા થઈ જાય છે તેથી હું તો ગાઉં છું અરે ગાતા નહીં શિયાળભાઈ તારો અવાજ સાંભળીને ખેતરનો માલિક જાગી જશે તો આપણને બહુ મારશે.

Camel and Fox Story

Gujarati Bal Varta ઊંટભાઈએ કહ્યું પણ શિયાળે તો ઊંટની વાત માની નહીં અને એ ગાવાનું શરૂ કરે છે શિયાળનો અવાજ સાંભળીને ખેતરનો માલિક લાગી જાય છે અને મોટો દંડો હાથમાં લઈ લે છે નક્કી શિયાળ મારા ખેતરમાં ઘૂસ્યું છે આજે તો હું એને મારીને જ રહીશ એમ કહી એ દોડતો દોડતો ખેતરમાં જાય છે ખેતરના માલિકને આવતો જોઈ શિયાળ તો વાળમાં ઘૂસીને ખેતરની બહાર નીકળી ગયું અને ઝાડીઓમાં સંતાઈ ગયું શિયાળ તો નાનું અને ઝડપી પ્રાણી હોવાથી વાળમાંથી ઘૂસીને બહાર નીકળી શક્યું.

પણ ઊંટભાઈ ઝડપથી ભાગી શક્યા નહીં અને ભાગવા જતાં શેરડીઓમાં ફસાઈ જાય છે અને એટલામાં ખેતરનો માલિક આવી જાય છે અને ઊંટભાઈને દંડા વડે ખૂબ માર મારે છે ઊંટભાઈ તો જેમ તેમ કરી ત્યાંથી બચીને ખેતરની બહાર નીકળી જાય છે ઊંટભાઈને તો શિયાળ પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો

શિયાળ તો નદીના કિનારે ઊંટભાઈની રાહ જોઈને બેઠું હતું દૂરથી શિયાળને જોઈને ઊંટભાઈ તો મનમાં જ નક્કી કરે છે કે આજે તો હું શિયાળની દગાખોરીનો બદલો લઈને જ રહીશ ઊંટભાઈ ચાલતા નદીને કિનારે શિયાળ પાસે પહોંચી જાય છે શિયાળ કહે ઊંટભાઈ ઊંટભાઈ મને માફ કરજો ખબર જ ના હતી કે ખેતરનું માલિક આવી જાશે ચાલો ફરી પાછા.

નવી વાર્તા ગુજરાતી

Gujarati Bal Varta આપણે આપણે જંગલમાં જતા રહીએ ઊંટભાઈ તો કાંઈ બોલ્યા નહીં અને છાનો માનો નીચે નમે છે અને શિયાળ એના પીઠ પર ચડીને બેસી જાય છે.

ઊંટભાઈ તો છાનો માનો નદીમાં ઉતરે છે અને નદીમાં ધીમે જવા માંડે છે નદીના વચ્ચે પહોંચીને ઊંટભાઈએ શિયાળને કહ્યું શિયાળભાઈ શિયાળભાઈ મને તો નદીમાં આળોટવાની ઈચ્છા થઈ છે અરે ના ભાઈ એવું કરતા હું પડી જઈશ નદીમાં શિયાળ બોલ્યું પણ મને તો સ્વાદિષ્ટ અને ભરભેટ ભોજન કર્યા પછી આળોટવાની ઈચ્છા થઈ જ જાય છે ઊંટભાઈએ કહ્યું અને પછી ઊંટભાઈ તો પાણીમાં આળોતવા માંડે છે અરે ઊંટભાઈ એવું ના કરો પણ ઊંટભાઈ તો પાણીમાં જોર જોરથી આળોતવા માંડે છે.

શિયાળ તો ઊંટની પીઠ પરથી સરકી જાય છે અને નદીના પાણીમાં પડે છે બચાવ બચાવ બચાવ કરતું પાણીના વહેણમાં દુખતું દુખતું તણાઈ જાય છે અને પછી ઊંટ ભાઈ તો ધીમે નદી પાર કરી પોતાના જંગલમાં ફરી જતો રહે છે.

તો બાળમિત્રો મજા આવીને વાર્તા જોવામાં બાળમિત્રો આ વાર્તા દ્વારા આપણે એ શીખવું જોઈએ કે જેવા કામો કરીએ તેવા ફળો આપણને મળે છે.

પ્રેરણાદાયી ટૂંકી વાર્તા

આપણે વાર્તામાં જોયું કે શેરડીના ખેતરમાં ઊંટભાઈના સમજાવ્યા છતાં શિયાળ માન્યું નહીં અને ગાવા માંડ્યું તેથી ખેતરનો માલિક આવી જતાં ઊંટભાઈને માર ખાવો પડ્યો તેથી ઊંટભાઈએ પણ શિયાળની દગાખોરી અને લૂચાઈનો બદલો લેવા માટે તેને નદીના વચ્ચે જઈ આડોતીને પાડી દીધો.

આમ શિયાળની લુચ્ચાઈનું ફળ એને મળી જાય છે બાળમિત્રો આ વાર્તામાં બીજું આપણે જોઈએ તો જંગલમાં ભોજનનો ભંડાર હોવા છતાં લાલચમાં આવીને ઊંટભાઈ શિયાળ સાથે કોઈના માલિકીના ખેતરમાં ગયા તેથી પણ ઊંટને માર ખાવો પડ્યો અને શિયાળને પાણીમાં તણાવવા પડ્યું.

બાળમિત્રો આ વાર્તા થકી આપણે અને એ શીખી શકીએ કે જેવું કામ કરીએ તેવું મળે બરાબર તો આવજો બાળમિત્રો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો ફોલો કરો અમારા બ્લોગ અને મજા માણો સુંદર મજાની વાર્તાઓનો.

મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો વાર્તાને Whatsapp Facebook દ્વારા જરૂરથી તમારા મિત્રો સાથે શેયર કરજો ધન્યવાદ.

Leave a comment