How To Block UPI ID Gujarati ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો UPI ID આ રીતે કરો બ્લોક

How To Block UPI ID Gujarati હવે જ્યારથી આ UPI આવ્યું છે એટલે કે google pay, ફોન પે અને paytm જેવી એપ્લિકેશનો ત્યારથી મારા જેમ ઘણા લોકોએ કેશ રાખવાનું તો બંધ જ કરી દીધું છે અને હું ક્યાંય પણ જાઉં ત્યારે ઓનલાઇન ટ્રાન્જેક્શન જ કરી દઉં છું. પણ મને ઘણી વખત એવો વિચાર આવે કે જો ભૂલથી પણ મારો ફોન ખોવાઈ ગયો અથવા તો ચોરી થઈ અને કોઈપણ રીતે કોઈ વ્યક્તિએ મારા UPI આઈડી નો મિસયુઝ કરી દીધો અને એ પછી મારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું તો હું શું કરીશ જો તમારી સાથે પણ આવું કંઈ થાય છે તો તમે ઘરે બેઠા તમારું UPI આઈડી બ્લોક કરી શકો છો અને કેવી રીતે એ આજની પોસ્ટમાં જાણીશું.

મિત્રો હવે એ વાત તો જાણીતી જ છે કે થોડા વર્ષો પહેલા આપણે ફોનનો ઉપયોગ માત્ર કોલ કરવા અને મેસેજ કરવા માટે કરતા હતા એ બાદ ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો અને આપણે ફોનનો ઉપયોગ બીજી ઘણી રીતે કરવા લાગ્યા અને અત્યારે એવો સમય આવી ગયો છે કે લોકો ઓનલાઇન પેમેન્ટ કરવા ફોનનો ઉપયોગ કરે છે.

ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો UPI ID આ રીતે કરો બ્લોક How To Block UPI ID Gujarati

પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમારો ફોન ખોવાઈ જાય કે ચોરી થઈ તો કોઈપણ લોકો તમારું UPI આઈડી નો મિસયુઝ કરીને તમારું બેન્ક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે એ માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી જો તમારી સાથે આવું થાય તો તમે ઘરે બેઠા તમારા google pay ફોન પે અને paytm નું જે યુપીઆઈ આઈડી બ્લોક કરી શકો છો.

તમારો ફોન ચોરી થઈ ગયા અથવા ખોવાઈ ગયા બાદ તમારા ફોન પે ના યુપીઆઈ આઈડી ને બ્લોક કરવા માટે 022-6872-7374 અને 080-68727374 બે નંબરમાંથી ગમે તે એક નંબરમાં તમારે કોલ કરવાનો રહેશે એ બાદ તમારા ફોન પે માં જે રજીસ્ટર મોબાઈલ નંબર છે તેના વિશે તમારે ફરિયાદ નોંધવાની રહેશે. Phonpay ઓફિશિયલ વેબસાઇટ ની મદદ થી પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો.

ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો UPI ID આ રીતે કરો બ્લોક How To Block UPI ID Gujarati

એ બાદ તમને એક ઓટીપી પૂછવામાં આવશે પરંતુ તમારી પાસે તમારો ફોન નહીં હોય એટલે તમારી પાસે ઓટીપી નહીં આવે આ માટે તમારે તમારો ફોન ચોરાઈ ગયો છે અથવા તો તમારું સીમ કાર્ડ ખોવાઈ ગયું છે એ ઓપ્શન પસંદ કરવાનો રહેશે બાદ તમને કસ્ટમર કેરમાં કનેક્ટ કરવામાં આવશે અને ત્યાં તમારે તમારા ફોન ચોરાઈ ગયાની બધી જ માહિતી આપવાની રહેશે.

એ બાદ તમારું યુપીઆઈ આઈડી બ્લોક કરી દેવામાં આવશે જો તમે google pay નો ઉપયોગ કરો છો તો Google Pay માં તમારું યુપીઆઈ આઈડી બ્લોક કરવા માટે 1800-419-0157 બતાવેલા નંબર તમારે કોલ કરવાનો રહેશે એ બાદ કસ્ટમર કેરને તમારો ફોન ચોરાઈ ગયો છે એ વિશે માહિતી આપવાની રહેશે.

How To Block UPI ID Gujarati

How To Block UPI ID Gujarati એક વખત માહિતી રીવેરીફાઈડ થઈ જાય અને તમારું એકાઉન્ટ એ પણ ચેક થઈ જાય એ બાદ તમારું UPI આઈડી ટેમ્પરરી બ્લોક કરી દેવામાં આવશે આ સિવાય જો તમે તમારા paytm ના યુપીઆઈ આઈડીને બ્લોક કરવા માંગો છો તો 0120-4456-456 પર બતાવેલા નંબર તમારે કોલ કરવાનો રહેશે એ બાદ લોસ્ટ ફોનનો ઓપ્શન તમારે પસંદ કરવાનો રહેશે એ પછી paytm પર રજીસ્ટર મોબાઈલ નંબર તમારે એડ કરવાનો રહેશે.

પછી લોગ આઉટ ફ્રોમ ઓલ ડિવાઇસ ઓપ્શન પસંદ કરવાનો રહેશે આ સિવાય તમે paytm ની વેબસાઈટ પર જઈને 247 હેલ્પલાઇન પર ત્યાં જઈને પણ ફરિયાદ કરી શકો છો આ માટે તમારે પોલીસમાં તમારો ફોન જે ચોરી થઈ ગયો છે તેની રિપોર્ટ કરાવી પડશે અને રિપોર્ટની એક કોપી પણ paytm માં અપલોડ કરવી પડશે.

આ રીતે તમે તમારું paytm જે યુપીઆઈ આઈડી છે તે બ્લોક કરી શકો છો આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.

આજના પોસ્ટ તમને કંઈ નવું જાણવા મળ્યું છે તો આ પોસ્ટને શેર કરી દો સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી Website Gujaratinews24 ને ફોલો કરી લો આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ગ્રૂપ પર જઈ શકો છો.

1 thought on “How To Block UPI ID Gujarati ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો UPI ID આ રીતે કરો બ્લોક”

Leave a comment